Sunday, July 12, 2020

દેશી ગાય આધારિત સંપુર્ણ પ્રાકૃતિક ખેતી કરતા ખેડુત કુટુંબને એક ગાય માટે નિભાવ ખર્ચમાં સહાય આપવાની યોજના

દેશી ગાય આધારિત સંપુર્ણ પ્રાકૃતિક ખેતી કરતા ખેડુત કુટુંબને એક ગાય માટે નિભાવ ખર્ચમાં સહાય આપવાની યોજના


  માહિતી

              આ યોજના ગુજરાત સરકાર દ્વારા ૦૫/૦૭/૨૦૨૦ ના રોજ ખુલ્લી મુકવામા આવી છે. જેમા ખેતીધારક ખેડુત ખાતેદાર આ યોજનામાં સહાય મેળવી શકાય છે.આ યોજનામાં જે ખેડુતનુ નામ ૭/૧૨ ૮મા નામ હોય અને જે ગાય ધરાવતા તેવા ખેડુતો આ યોજનાનો લાભ લઈ શકે છે. જેમા ખેડુત ખાતેદારને ૯૦૦ રુપીયા દર મહિને તેના બચત ખાતામા નાખવામાં આવશે.

કોને મળવા પાત્ર છે ?
           
          આ યોજના જે ખેડુતો ગાય આધારીત  પ્રાક્રુતિક ખેતી કરતા ખેડુત કુટુંબને એક ગાય માટે ખેડુત ખાતેદારને મળવા પાત્ર છે.

આ યોજના હેઠળ કેટલા રુપીયાની સહાય મળવા પાત્ર છે.

           આ યોજના હેઠળ એક ગાય માટે રુ ૯૦૦ પ્રતી માસ (રુ.૧૦.૮૦૦/-ની વાર્ષિક મર્યાદામા )

આ યોજનાનુ ફોર્મ ક્યા ભરવાનુ
         
         આ યોજનાનુ ફોર્મ નજીકની ગ્રામ પંચાયત અથવા ઇ-ગ્રામ સેન્ટરમા આ યોજનાનુ ફોર્મ ભરી શકાય છે.તે ફોર્મ ભર્યા પછી જે-તે જિલ્લાની આત્મા પ્રોજેકટની ઓફિસમા સાત દિવસમા જમા કરાવવાની રહેશે.

આ યોજનામાં જરુરી ડોક્યુમેન્ટ :-

  •         આધાર કાર્ડ
  •         રેશન કાર્ડ
  •         બચત ખાતાની પાસબુક
  •         ૮અ ની નકલ
  •          ટેગ નંબર

 વધુ માહીતી માટે નજીકના ઇ-ગ્રામ સેન્ટર અથવા આત્મા પ્રોજેકટનો સંપર્ક કરવો