Tuesday, May 28, 2019

શિષ્યવૃતી યોજના

                     પરીક્ષિતલાલ મજમુદાર એસ. એસ. સી. પૂર્વનાવિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ યોજના

બીસીકે -૨ : પરિક્ષિતલાલ મજમુદાર એસ. એસ. સી. પૂર્વના વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ યોજના
પાત્રતાના માપદંડો
  • આવક મર્યાદા લાગુ પડતી નથી
  • સરકારી શાળાઓ :- ખાનગી શાળાઓમાં આગલા ધોરણમાં પાસ જોઈએ.
સહાયનું ધોરણ
સરકારી અને ખાનગી શાળાઓ વાર્ષિક
ધો. ૧ થી ૫ કન્યા/કુમાર, ૬ થી ૮ કુમાર રૂ. ૫૦૦
ધો. ૯ થી ૧૦ કુમાર, ૬ થી ૧૦ કન્યા રૂ. ૭૫૦

 બીસીકે-૨બી : અનુસૂચિત જાતિના બાળકોમાં ગુણવત્તાનું ધોરણ ઉંચું લાવવું ( કે.પુ.યો.)

હેતુ
  • ધો. ૯ થી ૧૨ માં અભ્યાસ કરતાં અનુસૂચિત જાતિનાં વિદ્યાર્થીઓ તેમની શૈક્ષણિક ઉણપોના કારણે આરક્ષણથી મળતા વિવિધ યોજનાનાં લાભો લઇ શકતા નથી. આથી આવા વિદ્યાર્થીઓને શૈક્ષણિક સુવિધાઓ અને તાલીમવર્ગો દ્રારા તેઓની શૈક્ષણિક ગુણવત્તામાં વધારો કરવા તેમજ ઉચ્ચ કક્ષાના અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે વિદ્યાર્થીઓને ખાસ તાલીમ આપી તૈયાર કરવા.
પાત્રતાના માપદંડો
  • ખાતા દ્રારા ચાલતી આદર્શ નિવાસી શાળાના વિદ્યાર્થીઓને પસંદ કરવામાં આવે છે.
સહાયનું ધોરણ
  • વિષયોના નિષ્ણાંતો દ્રારા તાલીમ આપવામાં આવે છે.
  • વિદ્યાર્થી દીઠ વાર્ષિક રૂ. ૨૫,૦૦૦/-ની ગ્રાન્ટ આપવામાં આવે છે.
  • વિદ્યાર્થીદીઠ રૂ. ૨૫,૦૦૦/- નીચે મુજબ
  • છાત્રાલયમાં રહેવા અને જમવાના ખર્ચ પેટે દર માસે રૂ. ૯૦૦/- લેખે ૧૦ માસ માટે રૂ. ૯,૦૦૦/-
  • દર માસે ખિસ્સા ખર્ચ રૂ. ૩૦૦/- લેખે ૧૦ માસ માટે રૂ. ૩,૦૦૦/-
  • પુસ્તકો અને લેખન સામગ્રી માટે રૂ. ૩,૦૦૦/-
  • પ્રિન્સિપાલ, વિશેષજ્ઞોને માનદ વેતન અને અન્ય પ્રાસંગિક ખર્ચ માટે રૂ. ૧૦,૦૦૦/- પ્રતિવર્ષે વિદ્યાર્થીદીઠ આપવામાં આવે છે.
નોંધ :- આદર્શ નિવાસી શાળામાં ભોજન તથા રહેવાનું વિના મુલ્યે આપવામાં આવતું હોવાથી ભોજનના રૂ. ૯,૦૦૦/- ચૂકવવામાં આવતા નથી.                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                 બીસીકે-૩ : પસંદ કરવામાં આવેલ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના તેજસ્વી વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ

પાત્રતાના માપદંડો
  • વિદ્યાર્થીની કૌટુંબીક આવક ગરીબી રેખા માટે નક્કી થયેલ આવકના દસગણા કરતા વધુ હોવી જોઈએ નહીં.
  • અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ કે જેઓ
  • દૂન સ્કુલ, દહેરાદુન,
  • સોફિયા સ્કુલ, આબુ,
  • મેયો સ્કુલ, અજમેર,
  • સૈનિક સ્કુલ બાલાચડી,
  • મહિલા સૈનિક શાળા, ખેરવા (જિ. મહેસાણા)
  • સેન્ટ કેમીસ્ટ હાઇસ્કુલ પંચગની.
  • સેન્ટ ઝેવિયસૅ  પંચગની
  • બિલીમોરિયા હાઇસ્કુલ પંચગની. ન્યુએરા હાઇસ્કુલ પંચગની.
  • સંજીવની વિઘાલય પંચગની.
  • જેવી ખ્યાતનામ ખાનગી શાળાઓ ઉપરાંત જે તે વર્ષે ગુજરાતમાં ધોરણ-૧૦ અને ધોરણ-૧૨માં અભ્યાસ કરતાં હોય તેઓને પ્રોત્સાહન આપવા માટે આર્થિક સહાય આપવામાં આવે છે.
  • જે તે વર્ષે ગુજરાતની જે શાળાઓના વિદ્યાર્થીઓએ ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ માં ત્રણથી વધુ વાર રાજ્યના પ્રથમ ૧૦ વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યુ હશે તેવી શાળાઓમાં પ્રવેશ મેળવનાર અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને પણ આ યોજનાનો લાભ મળી શકશે.
સહાયનું ધોરણ
  • ઉપરોકત દર્શાવેલ સ્કૂલો પૈકી કોઈ એક શાળામાં ધો. ૮ માં પ્રવેશ મેળવનાર ૧૦ (દશ) અને ધો. ૧૧ માં પ્રવેશ મેળવનાર ૧૦ વિદ્યાર્થીઓને રૂ. ૫૦,૦૦૦/- અથવા ખરેખર ખર્ચની રકમ બેમાંથી જે ઓછી હોય તેટલી સહાય આપવામાં આવેશે. જેમાં પ્રવેશ ફી, ટયુશન ફી, હોસ્ટેલ ફી, જમવાનો ખર્ચ, પુસ્તકો, ગણવેશ અને અન્ય આનુષાંગિક ખર્ચનો સમાવેશ થાય છે. સૈનિક સ્કૂલ, બાલાચડીમાં ધોરણ ૬ અથવા ધોરણ ૧૧માં દાખલ થતાં વિઘાર્થીઓને સહાય આપવામાં આવે છે.
  • આ યોજના હેઠળ દર વર્ષે ધોરણ-૮ અથવા ધોરણ-૧૧માં દાખલ થતા વિઘાર્થીઓને એક જ વાર સહાય મળવાપાત્ર થશે.
  • સૈનિક સ્કૂલ, બાલાચડીમાં ધોરણ-૬ અથવા ધોરણ-૧૧માં દાખલ થતા વિદ્યાર્થીઓને એક જ વાર સહાય આપવામાં આવે છે.
                 બીસીકે-૪ : મુનિ મેતરાજ અસ્વચ્છ વ્યવસાયમાં રોકાયેલાં માતા-પિતાનાં બાળકોને પૂર્વ એસ.એસ.સી રાજ્ય શિષ્યવૃત્તિની યોજના

પાત્રતાના માપદંડો
  • કોઈ આવક મર્યાદા નથી
  • ડિસેમ્બર ૧૯૯૫ પછી જન્મેલા ત્રીજા બાળકને લાભ મળવાપાત્ર નથી.
  • જે તે બાળકના વાલી અસ્વચ્છ વ્યવસાયમાં રોકાયેલ હોય તેને મળવાપાત્ર
સહાયનું ધોરણ
ડે-સ્કોલર શિષ્યવૃત્તિના દર
ધો. ૧ થી ૧૦ રૂ. ૨૨૫/ માસિક
હોસ્ટેલર શિષ્યવૃત્તિના દર
ધો. ૩ થી ૧૦ રૂ. ૭૦૦/ માસિક
હોસ્ટેલરને વાર્ષિક રૂ. ૧000 અને ડે-સ્કોલરને વાર્ષિક રૂ. ૭૫૦ એડહોક રકમ શિષ્યવૃત્તિ ઉપરાંત મળવાપાત્ર છે.
                                               બીસીકે-પ : આર્થિક માપદંડ, નોકરી અને કુટુંબના કારણે પાત્ર ન હોય તેવી વિદ્યાર્થીનીઓને એસ.એસ.સી. પછીના અભ્યાસક્રમો માટે ભગવાન બુધ્ધ રાજ્ય શિષ્યવૃત્તિ

પાત્રતાના માપદંડો
  • નોકરી કરતી હોય તેવાં એક જ મા-બાપનાં બે થી વધુ બાળકો હોવાને કારણે પાત્ર ન ઠરતી હોય અથવા તેના કુટુંબની આવકમર્યાદા વધુ હોવાને કારણે પોસ્ટમેટ્રિક શિષ્યવૃત્તિ માટે પાત્ર ન હોય તેવાં વિદ્યાર્થીઓને એસ. એસ. સી. પછીના અભ્યાસ માટે રાજ્ય શિષ્યવૃત્તિ આપવામાં આવે છે.
  • રૂ. ૨.૫૦ થી ૬.૦૦ લાખ ની આવક હોય તો શિષ્યવ્રુતિ ઉપરાંત , શિક્ષણ ફી મળવા પાત્ર થાય છે. જો આવક રૂ. ૬.૦૦ થી વધુ હોય તો ફક્ત શિષ્યવ્રુતિ આપવામાં આવે છે.
શિષ્યવૃત્તિ ધોરણ
  • બીસીકે-૬.૧ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિના ધોરણે લાભ આપવામાં આવે છે.
ક્રમ સંપૂર્ણ કેન્દ્ર પુરસ્કૃત યોજના શિષ્યવૃત્તિદર
ગૃપ અભ્યાસ ક્રમ હોસ્ટેલર ડેસ્કોલર
ડીગ્રી અને પોસ્ટ ગ્રેજ્યુએશન અભ્યાસક્રમો, મેડિકલ, એન્જિનિયરીંગ વગેરે. ૧૨૦૦ ૫૫૦
ડીપ્લોમાં અભ્યાસક્રમો સર્ટીફીકેટ અભ્યાસક્રમો તથા ગૃપ-૧ સમાવેશ થયો ન હોય તેવા ડીગ્રી અને પોસ્ટ ગ્રેજ્યુએટ અભ્યાસ ક્રમો (એમ.ફીલ., પી.એચ.ડી., સી.એ., આઇ.સી.ડબલ્યુ.એ., સી.એસ. વગેરે) ૮૨૦ ૫૩૦
ગૃપ-૧ અને ૨માં સમાવેશ થયો ન હોય તે તમામ ગ્રેજ્યુએટ અને તે પછીના અભ્યાસક્રમો. ૫૭૦ ૩૦૦
તમામ પોસ્ટમેટ્રિક અભ્યાસક્રમો ધોરણ-૧૧ અને ૧૨, આઈ.ટી.આઇ. વોકેશનલ અભ્યાસક્રમો. ૩૮૦ ૨૩૦
                                                                                                                                                                                                                                                                                                                                                                                       બીસીકે-૬: ધો. ૯ માં અભ્યાસ કરતી અનુસૂચિત જાતિની કન્યાઓને સાયકલ સહાય (સરસ્વતી સાધના યોજના)

હેતુ
  • કન્યા કેળવણીને ઉત્તેજન આપવા સાયકલ આપવાની યોજના અમલમાં મુકી છે.
પાત્રતાના માપદંડો
  • ધોરણ - ૯ માધ્યમિક શાળામાં અભ્યાસ કરવા જતી કન્યાઓને મળવાપાત્ર થાય છે.
આવક મર્યાદાનું ધોરણ
  • ગ્રામ્ય વિસ્તાર માટે રૂ!. ૧,૨૦૦૦૦/-
  • શહેરી વિસ્તાર માટે રૂ!.૧,૫૦૦૦૦/-
સહાયનું ધોરણ
  • હાલે ધો. ૯ ની વિદ્યાર્થીનીઓને સાયકલ સ્વરૂપે સહાય આપવામાં આવે છે.                                                                                                                                                                                                     બીસીકે-૬.૧ : પોસ્ટ એસ.એસ.સી.ના વિદ્યાર્થીઓ માટે રાજય શિષ્યવૃતિ ( કે.પુ.યો.)

    પાત્રતાના માપદંડો
    • રૂ. ૨.૫૦ લાખ વાષિૅક આવકમર્યાદા ધરાવતા કુંટુંબના વિદ્યાર્થીઓ/વિદ્યાર્થીનીઓને નીચે જણાવેલ દરે શિષ્યવૃત્તિ અને તમામ નોન રીફંડેબલ ફી ચૂકવવામાં આવે છે.
    સહાયનું ધોરણ
    સંપૂર્ણ કેન્દ્ર પુરસ્કૃત યોજના શિષ્યવૃત્તિદર
    ગૃપ અભ્યાસ ક્રમ હોસ્ટેલર ડેસ્કોલર
    ડીગ્રી અને પોસ્ટ ગ્રેજ્યુએશન અભ્યાસક્રમો, મેડિકલ, એન્જિનિયરીંગ વગેરે. ૧૨૦૦ ૫૫૦
    ડીપ્લોમાં અભ્યાસક્રમો સર્ટીફીકેટ અભ્યાસક્રમો તથા ગૃપ-૧ સમાવેશ થયો ન હોય તેવા ડીગ્રી અને પોસ્ટ ગ્રેજ્યુએટ અભ્યાસ ક્રમો (એમ.ફીલ., પી.એચ.ડી., સી.એ., આઇ.સી.ડબલ્યુ.એ., સી.એસ. વગેરે) ૮૨૦ ૫૩૦
    ગૃપ-૧ અને ૨માં સમાવેશ થયો ન હોય તે તમામ ગ્રેજ્યુએટ અને તે પછીના અભ્યાસક્રમો. ૫૭૦ ૩૦૦
    તમામ પોસ્ટમેટ્રિક અભ્યાસક્રમો ધોરણ-૧૧ અને ૧૨, આઈ.ટી.આઇ. વોકેશનલ અભ્યાસક્રમો. ૩૮૦ ૨૩૦
    બુકબેંક
    • મેડીકલ, એન્જીનીયરીંગ, વેટરનરી, એગ્રીકલ્ચર, પોલિટેકનિક , એલ.એલ.બી./ એલ.એલ.એમ./ એમ.સી.એ./ એમ.બી.એ. અને બાયો સાયન્સના વિદ્યાર્થીઓને પુસ્તકો પૂરા પાડવામાં આવે છે.
    • પોસ્ટમેટ્રિક સ્કોલરશીપની આવકમર્યાદાના ધોરણો લાગુ પડશે.
    • ડીગ્રી અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને બે વિદ્યાર્થી દીઠ ૧ પુસ્તક સેટ આપવામાં આવે છે.
    • પોસ્ટ ગ્રેજ્યુએટ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વિદ્યાર્થી દીઠ ૧ પુસ્તક સેટ મળવાપાત્ર છે.
    • સ્વનિર્ભર સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ ઉક્ત મુજબ શિષ્યવૃત્તિ મળવાપાત્ર છે. જયારે ટયુંશન ફી રાજ્ય સરકાર દ્વારા નિમણૂંક સમિતિએ નક્કી કર્યા મુજબના દરે મળવાપાત્ર છે                                                                                                                                                                                                                                                                                           બીસીકે-૭ : ધોરણ ૧૧ અને ૧૨ માં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને શિક્ષણ ગુણવત્તા પ્રોત્સાહક સહાય યોજના (વિજ્ઞાન પ્રવાહ)

      પાત્રતાનો માપદંડો
      • વાર્ષિક રૂ.૪,૫૦,૦૦૦/-ની કૌટુંબિક આવક ધરાવતા વિદ્યાર્થીઓને સહાય મળવાપાત્ર થશે.
      સહાયનું ધોરણ
      • ધોરણ-૧૧ માં વાર્ષિક રૂ. ૧૫,૦૦૦/- ખરેખર ખર્ચની મર્યાદામાં તથા ધો. ૧૨ માં રૂ. ૧૫,૦૦૦/- ખરેખર ખર્ચની મર્યાદામાં આપવાની યોજના છે.
      • ધોરણ ૧૦ની પરીક્ષા પ્રથમ પ્રયત્ને ૭૦ ટકા કે તેથી વધુ ગુણ સાથે પાસ કરી ધોરણ ૧૧માં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવનાર અને ખાનગી ટયુશન કરનાર તમામ વિદ્યાર્થીઓને માટે રૂ. ૧૫,૦૦૦/-ની મર્યાદામાં ખરેખર ખર્ચ જેટલી સહાય વર્ષમાં એકવાર ચૂકવવામાં આવે છે, અને તે પૈકી પ્રથમ પ્રયત્ને ધોરણ ૧૧ પાસ કરી ધોરણ ૧૨માં જનાર વિદ્યાર્થીઓને રૂ. ૧૫,૦૦૦/-ની મર્યાદામાં ખરેખર ખર્ચ જેટલી સહાય વર્ષમાં એકવાર ચૂકવવામાં આવે છે.
      ફોર્મસ
      • ધો.૧૧માં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ખાનગી ટયુશન ફી મેળવવાનું અરજીપત્રક
      • ધો.૧૨માં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ખાનગી ટયુશન ફી મેળવવાનું અરજીપત્રક                                                                                                                                    બીસીકે-૮ : અનુ.જાતિના ધો-૧૧ અને ધો-૧૨માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શિક્ષણ ગુણવત્તા પ્રોત્સાહક સહાય યોજના (વિજ્ઞાન પ્રવાહ સિવાય)

        પાત્રતાના માપદંડો
        • ધોરણ-૧૦ માં ૭૫ ટકાથી વધુ ગુણ મેળવેલા હોવા જોઈએ.
        • આ ઠરાવ હેઠળ સહાય મળવાપાત્ર પ્રથમ ૧૦૦ વિદ્યાર્થીઓને ખાનગી ટયુશન માટે આપવામાં આવે છે.
        • આવકમર્યાદા કૌટુંબિક રૂ. ૪,૫૦,૦૦૦/- થી વધવી જોઈએ નહી.
        સહાયનું ધોરણ
        • ધો. ૧૧ માં ખરેખર ખર્ચની મર્યાદામાં વાર્ષિક રૂ. ૮૦૦૦/-  અને ધો. ૧૨ માં ખરેખર ખર્ચની મર્યાદામાં રૂ. ૪૦૦૦/- વાર્ષિક
        • ધોરણ ૧૦ની પરીક્ષા પ્રથમ પ્રયત્ને ૭૫ ટકા થી વધુ ગુણ સાથે પાસ કરી ધોરણ ૧૧માં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ પૈકીના સહાય મેળવવા પાત્ર પ્રથમ ૧૦૦ વિદ્યાર્થીઓને ખાનગી ટયુશન માટે રૂ. ૮૦૦૦/-ની મર્યાદામાં ખરેખર ખર્ચ જેટલી સહાય વર્ષમાં એકવાર ચૂકવવામાં આવે છે, અને તે પૈકી પ્રથમ પ્રયત્ને ધોરણ ૧૧ પાસ કરી ધોરણ ૧૨માં જનાર વિદ્યાર્થીઓને રૂ. ૪૦૦૦/-ની મર્યાદામાં ખરેખર ખર્ચ જેટલી સહાય વર્ષમાં એકવાર ચૂકવવામાં આવે છે.
        ફોર્મસ
        • ધો.૧૧માં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ખાનગી ટયુશન ફી મેળવવાનું અરજીપત્રક
        • ધો.૧૨માં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ખાનગી ટયુશન ફી મેળવવાનું અરજીપત્રક                                                                                                                                                                                                                     બીસીકે-૧૦ : ઈજનેરી અને તબીબીના વિદ્યાર્થીઓને ભોજનબીલમાં સહાય

          પાત્રતાના માપદંડો
          • રૂ. ૨,૫૦,૦૦૦/-ની આવકમર્યાદા છે.
          • કોલેજ સંલગ્ન છાત્રાલયોમાં રહીને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ભોજનબિલ સહાય આપવામાં આવે છે.
          સહાયનું ધોરણ
          • રૂ. ૧૨૦૦/- (માસિક) ૧૦ માસ સુધી.                                                                                                                                                                                               બીસીકે-૧૧ : પી.એચ.ડી/એમ.ફીલ માટે મહારાજા સયાજીરાવ ગાયકવાડ મહાનિબંધ શિષ્યવૃત્તિ યોજના

            પાત્રતાના માપદંડો
            • ભારત સરકારની શિષ્યવૃત્તિનો લાભ મેળવનાર વિદ્યાર્થીઓને જ આ યોજનાનો લાભ આપી શકાશે.
            • રૂ. ૨.૫૦ લાખ આવકમયૉદા
            • એમ. ફીલ./ પી.એચ.ડી.નો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નિબંધ છપાવવા માટે સહાય આપવામાં આવે છે.
            સહાયનું ધોરણ
            • એમ. ફીલ. માટે રૂ. ૨૫૦૦/- માસિક (દસ માસ માટે)
            • પી.એચ.ડી.માટે  રૂ. ૩૦૦૦/- માસિક (દસ માસ માટે)
                                                                                                                                                  બીસીકે-૧ર : તબીબી, ડીપ્લોમા અને ઈજનેરી ડીગ્રી/ડીપ્લોમામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સાધનો ખરીદવા માટે નાણાંકીય સહાય

            પાત્રતાના માપદંડો
            • વિદ્યાર્થી મેડિકલ, ડિપ્લોમા તેમજ એન્જિનિયરીંગમાં અભ્યાસ કરતો હોવો જોઈએ.
            • વાર્ષિક આવકમર્યાદા રૂ. ૨,૫૦,૦૦૦/- .
            • પ્રથમ વર્ષે એક જ વખત મળવા પાત્ર છે.
            સહાયનું ધોરણ
            • એક વખત વિદ્યાર્થીદીઠ મેડીકલના અભ્યાસક્રમને રૂ. ૧૦,૦૦૦/- એન્જીનીયરના વિદ્યાર્થીને રૂ. ૫૦૦૦/- સાધન ખરીદી માટે આપવામાં આવે છે.